STORYMIRROR

Meet Prajapati

Tragedy

4  

Meet Prajapati

Tragedy

તૂટતા સપના💔

તૂટતા સપના💔

1 min
443

લાગણીઓના વટવૃક્ષને બળી ખાખ થતા મેં જોયા છે,

કેટલાય ગૂંથેલા સપના મારા તૂટતા મેં જોયા છે.

સ્નેહના ખિલતા ફૂલને સાંજે મુરઝાતાં મેં જોયા છે,

કેટલાય ગૂંથેલા સપના મારા તૂટતા મેં જોયા છે. 

આશાઓની ઊગતી કૂંપળને ખરતા મેં જોઈ છે,

કેટલાય ગૂંથેલા સપના મારા તૂટતા મેં જોયા છે. 

અણધારી જીવન સફરમાં મેં પોતાના ઘણા ખોયા છે,

કેટલાય ગૂંથેલા સપના મારા તૂટતા મેં જોયા છે. 

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy