STORYMIRROR

Purvi Shukla

Tragedy

4  

Purvi Shukla

Tragedy

વેદના

વેદના

1 min
54

વેદનાઓ એમ ના મળતી હશે,

એ મને પણ પ્રીત તો કરતી હશે !


લાખ દુઃખો મેં જીવનભર છે સહ્યા,

લાશ દરિયે એટલે તરતી હશે,


પીડ મારી હું નથી દર્શાવતી,

શબ્દ સૃષ્ટિ વાંચીને રડતી હશે ?


એ હિસાબો કર્મના નક્કી હશે !

ભાગ્યરેખા શું કદી છળતી હશે ?

                                                      

વાહવાહી જ્યાં મળી સમજાયું ત્યાં,

વેદનાને આ કલમ વરતી હશે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy