STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy Inspirational

4  

ચૈતન્ય જોષી

Tragedy Inspirational

જીવું છું

જીવું છું

1 min
662

વિષઘૂંટ ઊતારી ઊતારીને જીવન જીવું છું. 

ભવિષ્યને ઉજળું ધારીને જીવન જીવું છું. 


છોને દાવાનળ ભીતરે હોય ભભૂકતો સદા,

તોય મુખે હાસ્ય ફરકાવીને જીવન જીવું છું. 


ના પૂછો બૂરી દશાની વાત મારી મને કદીએ,

ભાવિ ગમતું હશે વિચારીને જીવન જીવું છું.


છે રણકાર ઉરે આશાવાદનો રણકતો હજુ,

અણગમતાંનેય સ્વીકારીને જીવન જીવું છું. 


લાગે છે લાગણીઓ મારી બહેર મારી ગઈ,

એક આશા હરિવર તારીને જીવન જીવું છું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy