Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Kalsariya

Tragedy Inspirational Others

4.1  

Pooja Kalsariya

Tragedy Inspirational Others

ટચ કરે

ટચ કરે

1 min
213


આંગળીના ટેરવે બેઠા બેઠા સર્ચ કરે,          

ઊંધું ઘાલીને આખી દુનિયાનું સર્ચ કરે !


ઊઠતાની સાથે કરે વોટ્સએપનાં દર્શન,

પરણેલા હોય તોય ફોટાઓ મેચ કરે !


પછી ઘરમાં યુધ્ધના રણશીંગા વાગે,

મિસીસ વાસણ ફેંકે ને મિસ્ટર એને કેચ કરે !


મેકઅપવાળા ફોટાઓ ફેસબુક પર મૂકે,

એકાદ લાઈક મળે તો ધણીને ચેલેન્જ કરે !


છોરાને ચોકલેટનો રૂપિયો ના આપે,

ને ઈન્ટરનેટ પાછળ હજારોનો ખર્ચ કરે !


ગામના આઉટલાઈન છોરાઓ ઓનલાઈન થઈ ગયા,  

કામધંધો કરે નહીં ને બાપા પર એટેક કરે !


દૂરના ટચમાં રહેતા નજીકનાનો ટચ ગયો,

સૌને વિનંતી એકવાર સ્વજનોને સર્ચ કરે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy