શાયર બની ગયો
શાયર બની ગયો
ચિંતા કરતા કરતા ચીતા હું બની ગયો,
લાકડા તો બળ્યા નહી'ને રાખ હું બની ગયો,
જરૂર છે જિંદગી ને શું? થવામાં કઈ નથી,
બે પૈસાની લ્હાયમાં બેબાકળો બની ગયો,
જરાક મુંખ જોવાય ગયું મારૂ દર્પણમાં
પોતાનાં પ્રતિબિંબમાં જ હું પરાયો બની ગયો,
હતો કોક'દી મીઠા સરોવર જેવો હું
પણ એવો તો સૂકાયો હવે રણ બની ગયો,
વાક્ય ન થયું પુરૂ 'ને પૂર્ણવિરામ મૂક દીધું
શબ્દો બન્યા બહેરા'ને મૌન હું બની ગયો,
વહી રહી જિંદગી જેમ ખોબામાંથી પાણી
ગઝલ થઈ પૂરીને 'કમળ' શાયર બની ગયો.