STORYMIRROR

Pankaj Satiya

Drama

3  

Pankaj Satiya

Drama

કેવી મજા છે

કેવી મજા છે

1 min
222

શું વાત કરવી બાળપણની, કેવી મજા છે !

હવે યુવાની તો જાણે લાગે એક સજા છે,


આ મોંઘવારીએ કર્યા ખીસ્સા ખાલીખમ,

પગાર શું આવે ધંધામાં તો રોજ રજા છે,


વિપતની વેળાએ યાદ કરવા લાગ્યો સૌને,

મદદ કરવા દોડે એવા મિત્રો ક્યાં જાજા છે,


અફરાતફરી ચારેકોર ફેલાઈ રહી અધર્મની,

અમે પણ પકડી નાનક્ડી ધરમની ધજા છે,


તું કહે છે કે સર્વનાં હૃદયમાં બેઠો છું,

રૂપ જાણું સકલ જનમાં મારી પૂજા છે,


ભોંકવા અમ હૃદયે ખંજર ભલે લીધું હાથ,

"કમળ' એને કહી દો અમારા કૂણાં કાળજા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama