Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Tragedy

4.9  

Kalpesh Patel

Tragedy

ભૂખ્યો 'ભૂધર'

ભૂખ્યો 'ભૂધર'

1 min
337

આંસુઓના જામ ઓશીકે રેલી

છાની -છપની રાતો કાઢી.

 ને તમે સમજ્યા, વાહ, શું મોસમ આવી ?

સ્વપ્નની વરાળ નીકળી

કે

લાગણીની પાળ નીકળી ... ?

 ફરિયાદ કરી યાદ કરાવવાની આદત નહતી

ચુપ્પી ગઈ ચૂમી તમારી

કહેવું ઘણું અમે ગયા ચૂકી

 કે

જરાક ખોલો અલીઘઢી મઢૂલી દિલની,

જ્યાં પગી બની સવાર, બપોર ને સાંજ કાઢી !

સૂકી શબ્દાવલી બની છે હવે રદ્દી કાગળની

ત્યારે ભીનાશ ભીતરની કહે નિતારી, ભૂખી છું તારા ભાવની

ભૂખ્યો છે સખી 

તારો આ ભૂધર ભવ-ભવથી.

~~~

શબ્દ સૂચિ :-( ભૂધર- રાજા –અધિપતિ - અહીં માશૂકાના દિલનો રાજા)

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy