અલગારી માનવી
અલગારી માનવી


અજાણ્યા રસ્તાનો અલગારી માનવી,
પ્રભુને મળવા ગયો ને..
રસ્તો ભૂલી ગયો,
માનવ બનવા ગયો,
પણ પ્રેમ ભૂલી ગયો,
પરિવાર ને પામવા ગયો ત્યાં,
ખુદ ને ભૂલી ગયો.
પૈસા ને પામવા ગયો,
તો પરિવાર ને ભૂલી ગયો,
જિંદગીની દોડમાં,
હું ઉંમર ભૂલી ગયો.
અને ઉંમર યાદ આવી ત્યારે,
હું જીવન ભૂલી ગયો.