દુનિયા કેમ આવી દેખાય ?
દુનિયા કેમ આવી દેખાય ?
દોસ્ત ઓછા, દુશ્મનો વધારે દેખાય,
દાની થોડા, લૂંટારુઓ વધારે દેખાય,
જ્ઞાની ઓછા, અજ્ઞાની વધારે દેખાય,
નિરોગી થોડા, રોગી વધારે દેખાય,
સૌમ્ય ઓછા, ઉગ્ર વધારે દેખાય,
વિશ્વાસુ થોડા, વિશ્વાસઘાતી વધારે દેખાય,
ખુશ ઓછા, ઉદાસ વધારે દેખાય,
સામાન્ય થોડા, અસામાન્ય વધારે દેખાય,
સહ્ય ઓછા, અસહ્ય વધારે દેખાય,
મહેનતુ થોડા આળસુ વધારે દેખાય,
પ્રેમી ઓછા, નફરતી વધારે દેખાય,
ઈમાનદાર થોડા, બેઈમાની વધારે દેખાય,
કોઈ "નાના"ને કહેશો.....
દુનિયા કેમ આવી દેખાય ?
