Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

ક્યાં સુધી

ક્યાં સુધી

1 min
388

ક્યાં સુધી ચૂપ રહું ?

પીડાનો ભાર હવે નથી સહેવાતો,

પીડાઓને રાખી છે હૈયાની કાલ કોટડીમાં,

પણ જો ને એ તો છે ભાગેડુ કેદી જેવી,

અશ્રુ બની વહી જાય છે,

આ આંખોની જેલ તોડી,

ક્યાં સુધી હું હાસ્યનું આવરણ પહેરું ?

આ સમસ્યાઓ તો ચંચળ ભ્રમર જેવી

ઘડીક આંખોમાં, તો ઘડીક હૈયે, તો ઘડીક હોઠે,

જો ને આ સંતાપ આપ્યા કરે એ ઘડી ઘડી,

ક્યાં સુધી હૈયાની વાતોને આમ સંતાડ્યા કરું ?

હૈયાની વાતો તો આ ડોન જેવી,

ધમકી આપ્યા કરે ઘડી ઘડી,

મહેફિલમાં ગઝલ બની હોઠે આવી જશે,

ફરિયાદ કરે એ ઘડી ઘડી,

કાશ ! આ પીડાઓ પણ પીળા પર્ણની જેમ હૈયેથી ખરી જતી હોત તો !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy