શું ફાયદો
શું ફાયદો
જીવું છું ત્યાં સુધી કાળજા ને ઠારી દે,
મર્યા પછી લાખોનું દાન કરવાનો શું ફાયદો ?
જીવું છું ત્યાં સુધી સ્નેહની વર્ષા કરી દે,
મર્યા પછી ચોધાર આંસુ એ રડવાનો શું ફાયદો ?
જીવું છું ત્યાં સુધી હૈયાની હાટડીમાં સ્થાન દઈ દે,
મર્યા પછી પાળિયા બનાવવાનો શું ફાયદો ?
જીવું છું ત્યાં સુધી હેત વરસાવી દે,
મર્યા પછી યાદોમાં રાખવાનો શો ફાયદો ?
જીવું છું ત્યાં સુધી સાથ દે,
ફક્ત કંધો આપવાનો શું ફાયદો ?
જીવું છું ત્યાં સુધી બે ચાર પાળી ફુરસદની દઈ દે,
મર્યા પછી કલાકો કબર પર બેસવાનો શું ફાયદો ?
