STORYMIRROR

Deepa rajpara

Tragedy

4  

Deepa rajpara

Tragedy

આક્રંદ હલકમાં

આક્રંદ હલકમાં

1 min
1.0K

નિ:સ્તબ્ધતાની આ કેવી ઘેરી વળી વેદના..

કશુંક છૂટી ગયું, વિખરાઈ ગયું, બન્યું શૂન્ય..

ના કહેવાય ના સહેવાય આ કેવી પ્રતાડના..

સલવાયું આક્રંદ હલકમાં ને સર્વત્ર નિરવતા..!


બની રમકડું કોઈનાં હાથનું ચુંથાઈ બેશુમાર..

ઉતરડાયું તન, કોરાયું કાળજું, ઉઝરડા અપાર..

ખૂબ રમાઈ મનફાવે તેમ, ફેંકાઈ નિરાધાર..

જંગલ નર પિશાચોનું, મરી પરવારી માનવતા..!


કરતાં કોશિશ સમેટવાની વિખરાઈ ઝારઝાર..

નથી લૂંટાઈ એકવાર, લૂંટાઈ લાજ પારાવાર..

મો પર મારી દાટો, પિંખી સંવેદનાઓ તારતાર..

પીડિતાનાં હૃદયે પીડાનાં અફાટ સાગર ઘુઘવતાં..!


ટુંપાતી લાગણી સર્વત્ર, હનન ઈચ્છાઓનું હરદમ

રહેતો ભીંજેલો કોઈ ખૂણો આંસુઓથી અનરાધાર..

મળી આવશે પીડિતા એક, નથી કોઈ ઘર બાકાત..

'દીપાવલી' પૂછે પાંડવ કેમ ચૂપ, શું માન્ય છે કૌરવતા..?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy