STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

4  

Nayana Charaniya

Tragedy Inspirational

મારા બગીચાનું ફૂલ

મારા બગીચાનું ફૂલ

1 min
220

બાર મહિના વીતી ગયા રાહ જોતા જોતા,

આજ આંખોમાં ઠંડક પ્રસરી ગઈ બાળકોને જોતા,


પંખીઓના મીઠા કલશોરની જેમ બાળકોનો મીઠો લકરવ થઈ ગયો,

ને જુઓને આ ફરી સૂકાયેલ ઉપવન ફૂલોથી મહેકતો બગીચો થઈ ગયો,


ઓનલાઈનથી ફરી પાછા ઓફલાઈન થઈ ગયા,

જુઓ ને ફરી પાછા આપને ટચલાઈને થઈ ગયા,


ફરી પાછા બાળપણના મિત્રો સાથે રમતા રમતા ઝઘડા થઈ ગયા !

ને શિક્ષકો શાળામાં આવેલ આ મિત્રોની સમજાવટ કરતા થઈ ગયા,


ક્યાં મજા હતી દૂરથી જોઈને પાઠોની સમજ આપવાની ? 

દરેકના ચહેરાના હાવભાવ જોઈ મજા પડી ગઈ સમજાવવાની ! 


બાળક વિનાની શાળા મારી ભાસતું સૂકું ભઠ્ઠ રણ જેવું,

જ્યાં રોજ સવારે જવું પણ લાગતું મને મૃગજળ જેવું,


જોઈ દરેકનો હસતો ચહેરો આજ મારા મનની વેદના જાણે શાંત થઈ ગઈ,

બંધિયાર લાગતી સ્નેહની સરવાણી આજ ફરી જાણે વહેતી થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy