STORYMIRROR

Manish Panot

Tragedy

4  

Manish Panot

Tragedy

મૃત્યુની વ્યાખ્યા

મૃત્યુની વ્યાખ્યા

1 min
415

હું ક્યાં કહું છું ઈશ્વર કે મને મૃત્યુ ના હોવું જોઈએ,

પણ હું મરું એમાં થોડુંક મારે ગૌરવ હોવું જોઈએ,


મૃગજળની આ પ્યાસ, જડ દુનિયામાં સમજાવી જોઈએ,

જીવ્યો તો જીવ્યો શા માટે ? એની ઓળખ હોવી જોઈએ,


રાવણ થવું સહેલું નથી, ખુદને ખુદ પર અભિમાન જોઈએ,

આવશે રામ તારવા, બસ સમર્પણની જીગર હોવી જોઈએ,


દરિયાને ના આપો દોષ, છે નાદાન તેને તોફાન જોઈએ,

કશ્તીનો ય શો વાંક, તેને રમવા માટે દરિયો જ જોઈએ,


શ્વાસો સાથે છે નાતો, હૃદયને સતત ઉછળવા જોઈએ,

પળમાં પલટાઈ ગઈ બાજી, કોઈએ દગો કર્યો હોવો જોઈએ,


ગતિરોધક વિના ફરતી ધરા, કોઈનું સંચાલન હોવું જોઈએ,

દેખાતું નથી પ્રત્યક્ષ કિન્તુ, કોઈક તો પાછળ હોવું જોઈએ,


કફન લઈ આવ્યો 'મનીષ', ચાલો આને ઓઢીને જોઈએ,

કેવી આશા અને કેવી નિરાશા, એકવાર મરીને જોવું જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy