અજ્ઞાત સફર
અજ્ઞાત સફર
1 min
209
તનની લઈને કશ્તી હું ભવસાગર ફરવા નીકળ્યો છું,
કોરોનાની લહેરો પર સવાર હું બચતો નીકળ્યો છું,
કેવી મંઝિલ કેવી યાત્રા, હું મુફલિસ બનીને નીકળ્યો છું,
જન્મ્યો હતો ત્યાંથી હું સમશાને જવાને નીકળ્યો છું,
કોઈ સાથ નથી, સંગાથ નથી, હું કોના ભરોસે નીકળ્યો છું,
ઘણીવાર ડૂબી મઝધારે, એના સહારે કિનારે નીકળ્યો છું,
કેવી આશા કેવી નિરાશા, વિધાતા સાથે બગાડી નીકળ્યો છું,
તીર્થધામ, મંદિર, મસ્જીદ હું સૌને છોડીને નીકળ્યો છું,
મળ્યાં ફરિશ્તાઓ ને શેતાનો, સૌનો સતાવ્યો નીકળ્યો છું,
અમર આ આત્માના પ્રકાશે, હું ઝળહળતો નીકળ્યો છું,
મનીષ ના કર ફિકર કશાની, તું કોઈનો કાઢ્યો નીકળ્યો છું,
સમાવી લેશે તને પોતાનામાં, તું જેનામાંથી નીકળ્યો છું.
