STORYMIRROR

PRAVIN PATEL

Tragedy

4  

PRAVIN PATEL

Tragedy

કાયદા કાનૂન

કાયદા કાનૂન

1 min
282

રાજકારણે રમત કેમ ?

દેશ પ્રત્યે ન મમત કેમ ?


જે છે જનતા જનાર્દન,

એની જ ન કિંમત કેમ ?


છે કાયદા કાનૂન દેશમાં,

તો દેશમાં દહેશત કેમ ?


નારી તું નારાયણી સંસ્કૃતિ,

તો નારીની ન ઈજ્જત કેમ ?


જો હો એકતા ભારતીયોમાં,

જુદાં સૂરની વાગે નોબત કેમ ?


જે માતૃભૂમિમાં જન્મ્યા, રમ્યા

તોયે માઁ પર બૂરી નિયત કેમ ?


મોહમાયા જૂઠી કહે જે છાતી ઠોકી,

એજ આજ મોહમાં આસક્ત કેમ ?


છો વારસ છત્રપતિ, મહારાણા પ્રતાપના

તોયે કાન્તાસુત કલેજે વહે રક્ત ઠંડુ કેમ ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy