ફરિયાદ ઘણી રહી
ફરિયાદ ઘણી રહી
કેવો સમય આ લાધ્યો ઈશ્વર તારી પાસ ફરિયાદ ઘણી રહી,
માણસને ખબડાવ્યો તે તો આ આકરી કેવી સજા કહી.
જાણું છું ભૂલ મ્હારી છતાં હું ચૂપ રહ્યો,
માણસ તરીકે જીવવા સ્વાર્થ શોધતો રહ્યો.
ડૂબતી નાવને તટ પર લાંઘવા હું એમ અમસ્તો આફળી,
તારી કૃપા ભૂલી હર હમ્મેશ જૂઠો દોડતો ગયો.
તારી ઈચ્છાને આફરીન છે બધું હે પાલનહાર,
સમય પણ એ હવે આવ્યો છે સંભાળ તું સર્જનહાર.
દીઠી દુખિયાની કરૂણ દાસતા આજ નયન બળી ગઈ,
અમો તો બાલુડા છે તુજના માટે જ ફરિયાદ ઘણી રહી.
કરુણતાનીય પછીતે કરુણતા પથરાઈ ગઈ,
તારી આમન્યા હવે ધૂળમાં મળી ગઈ.
શું વિચારે છે મારા તાત હવે સમયના શોધક,
ઘેર ઘેર ખારાશ પણ અવિરત ઝરવા હવે સતત લાગી રહી.
કોઈના તાત તો કોઈના માત તુજ ચરણે આવ્યા છે,
કોઈનો ભર્તા તો કોઈનો ભ્રાતા ને કોઈની ભાર્યા પણ તારા જ દરબારમાં પધાર્યા છે.
