Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4.6  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

કોરું ચોમાસું

કોરું ચોમાસું

1 min
403


કોરું કટ્ટ હૃદય કેમ મનાવે ચોમાસું,

કરું યાદ તને ત્યાં જ આવે આંસું,


વરસાવે અવિરત વરસાદ આંખો,

રહી જાય છે અંતર તારાંથી ખાસ્સું,


ઘેરાઈ ગયેલાં વાદળોને કહું છું હું,

અંધારાથી દૂર હવે કેવી રીતે નાસું ?


ભીંજાયું હૈયું છતાં તરબોળ ન થયું,

તમારાં દર્શન કાજે મન થયું પ્યાસું,


તમે જીતી ગયાં છો એનું દુઃખ નથી,

મેં ફેંકેલું હતું, અવળું પડ્યું એ પાસું !


Rate this content
Log in