મળવાની વાત
મળવાની વાત
તમને મળવાની હવે કદી વાત નથી કરવી,
દુઃખી છે, હવે વધુ દુઃખી જાત નથી કરવી !
ને મળશો કદી સામે તો મુખ ફેરવી લઈશું,
હવે અનાયાસે પણ મુલાકાત નથી કરવી !
કરગર્યા ખૂબ અમે સંબંધમાં પણ હવે તો,
લાચાર અમારી ક્યારેય ચાહત નથી કરવી !
વિચાર ના આવ્યો એમને અમારી દશાનો,
એ વિચારમાં પસાર મારે રાત નથી કરવી !
તમને ગમ્યું એ ખરું, સ્વીકાર છે એ મને,
મનાવવાની તમને હવે જહેમત નથી કરવી !
