STORYMIRROR

Zalak bhatt

Tragedy

4  

Zalak bhatt

Tragedy

ફર્ક !

ફર્ક !

1 min
374

ખુશ થયોએ એક ટુકડો જોઈને,

આજ સુધી આખી રોટી જોઇ નહીં,

ને-ચેર પર બેઠાં છે જુઓ બાદશાહ,

ફેંકી રોટી ફક્ત ચાખી જોઈને !


એ મરે છે જમવાને મળે ધાન કાજ ?

ને અહીં ભોજનના શોખીન હોયને,

ચાર-પાંચ ઓડરમાંથી કયો ફળે,

ને અહીં દુઆ ફળે તો ભોજન હોયને.


ફેંકી દિધું અન્ન પાર્ટીએ કરી મજા,

અહીં મુંજાતી જીભ તળવળતી જોઇ નૈ !

કોલ્ડડ્રીંક તો જોઈએ ભૈ જમ્યાં પછી

ને અહીં ફેંકેલ બોટલ ભરી પાણી જોઈને !


કેમ આટલો ફર્ક છે લીઆઝમાં !

સૌ માનવ છે સૌને મળવું જોયે’ને ?

ખુશ થયોએ એક ટુકડો જોઈને,

આજ સુધી આખી રોટી જોઇ નહીં,



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy