STORYMIRROR

Dr. Riya Patel

Tragedy

4  

Dr. Riya Patel

Tragedy

ફરક છે સાહેબ

ફરક છે સાહેબ

1 min
356

મારું સંતાન રસ્તા પર ભીખ માંગે છે, મારી સાથે;

તમારું સંતાન તમારા સમયની ભીખ માંગે છે, તમારી પાસે;

ગરીબ લાગવું અને હોવું -- ફરક છે સાહેબ!!


જે મળ્યું તેના ભાગ પાડી ને પણ સંતુષ્ટ છું;

બીજાનો ભાગ ઝુંટવીને પણ નથી અસંતુષ્ટ;

ગરીબ લાગવું અને હોવું -- ફરક છે સાહેબ!!


પેટે પાટા અને દર્દ પર મલમ લગાવીએ;

મોટી ઉજવણીમાં જઈને નબળાના ઘાવ પર મીઠું ન લગાવીએ;

ગરીબ લાગવું અને હોવું -- ફરક છે સાહેબ!!


અમે તો ખાલી પહેરામણી અને આર્થિક અવસ્થાથી છીએ રંક;

માનસ તો તમારું છે જેમાંથી પેદા થયો છે બધો દંભ;

ગરીબ લાગવું અને હોવું -- ફરક છે સાહેબ!!

                    


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy