STORYMIRROR

Rajesh Hingu

Tragedy

4  

Rajesh Hingu

Tragedy

ચૂકી જવાયું છે

ચૂકી જવાયું છે

1 min
436

મજાઓ માણવાનું આખરે ચૂકી જવાયું છે,

જીવનને પામવાનું આખરે ચૂકી જવાયું છે.


સતત વહેતી રહી ગંગા અમારા આંગણામાંથી,

ને ડૂબકી મારવાનું આખરે ચૂકી જવાયું છે.


મેં દોર્યું ચિત્ર પણ એમાંય ક્યાં ઉઠાવ આવ્યો છે!

કે રંગો પૂરવાનું આખરે ચૂકી જવાયું છે.


ફરી ગઈ દ્વેષની કાતર અને કટકાં થયાં દિલના,

દિલોને સાંધવાનું આખરે ચૂકી જવાયું છે.


અમે મરતાં રહ્યાં રોજે ફકત જીવી જવા માટે,

છતાંયે જીવવાનું આખરે ચૂકી જવાયું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy