STORYMIRROR

Sharmistha Contractor

Romance Tragedy

4  

Sharmistha Contractor

Romance Tragedy

ઓઢણી

ઓઢણી

1 min
907


ઓઢણી !

લઈ ગયો હતો તું,

મારી જ સંગાથે ગરબે ઘુમવા.

કેમકે એના વિના શક્ય નહોતો પ્રવેશ તારો.

ચાચરના ચોકમાં, મા અંબાના ધામમાં.


ઓઢણી !

આપી હતી મેં તને,

સંપૂર્ણ વિશ્વાસથી. તેં કહ્યું હતું,

તું કરશે પરત. પ્રેમ રંગમાં ઝબોળી,

રંગી સૌથી સોહામણી, પાલવ શણગારી.

ચાચરના ચોકમાં, મા અંબાના ધામમાં !


ઓઢણી !

ના આવી પરત.

ને પ્રેમરંગ, ઢોળાયો આમતેમ.

છિનવાયુ મારું આત્મસન્માન. થઇ હું

નત-મસ્તક, લાચાર, કમજોર, ઓઢણી વિહીન!

મારો મનભાવન પાલવ ! હવે કેમ રે સજાવું ?

ચાચરના ચોકમાં, મા અંબાના ધામમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance