STORYMIRROR

Dishu Patel

Tragedy

4  

Dishu Patel

Tragedy

જીવન

જીવન

1 min
177

કોક ઉધાર તો રોકડેથી વેચાઈ ગયાં છે,

માણસાઈ સાથે માણસ વેચાઈ ગયાં છે,


વહેતી ગંગામાં છબછબિયા કરતાં,

લોભ મોહ માયામાં તણાઈ ગયાં છે,


વચનો દેવામાં કેટલાં ઓછા થવાના,

કોના કેટલાં ક્યારે ખર્ચાઈ ગયાં છે?


જો હુક્મીને સિતમની વચ્ચે જનતાના,

અવાજ પણ કેટલા દબાઈ ગયાં છે,


પ્રભુ જાણે એ ક્યારે એ પૂરાં થાશે,

જે વચન ભૂલમાં દેવાઈ ગયાં છે.


ભલું થાશે આ દુનિયાનું શું ખબર,

આજે અરમાન ચગદાઈ ગયાં છે,


સમયનો તકાજો તો જો દોસ્ત મારાં,

દોસ્તને દુશ્મન બેવ બદલાઇ ગયાં છે,


નાત જાતીવાદનાં ભેદ ઉભા કરીને,

વોટ સાથ નોટ પણ લઈ ગયાં છે,


ગરીબને ઘર ચલાવવાનું કષ્ટ છે એટલું,

અમુલખ જીવનનાં જણસ ખર્ચાઈ ગયાં છે.



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy