STORYMIRROR

Kiran piyush shah "kajal"

Tragedy

4  

Kiran piyush shah "kajal"

Tragedy

વાત મારી કોને કહું?

વાત મારી કોને કહું?

1 min
512

વાત મારી કોને કહું?

મનડું ખૂબ મુંઝાય..

શબ્દો જયાં સાથ છોડી જાય,

એકલતા ચોપાસ ઘેરાય,

ત્યાં કેમ વાત માંડી કહું?


આ જીભ હવે થોથવાય,

વાતુંના ગાડાં ભરાય,

પણ કોઈને ન સમજાય..

કે પીડ મનની કેમ કહું?


શબ્દો નિરર્થક વેડફાય,

લાગણી ખાલી પડઘાય,

જાત સૌની પરખાય,

બોલ એ કેમ કરીને કહું..?


શબ્દોના પ્રેત જયાં અથડાય,

મન વાણીથી આજ ડંખાય,

તોય કેમ હસતાં રહેવાય,

 વ્યથા સૌને કેમ કહું..?


આજ મન ખૂબ ગભરાય,

ડર અજાણ્યો ઘેરાય,

ને પોતાનાં જયાં પીડાય,

ત્યાં દુઃખ કોને કહું?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy