શું કરૂં વ્યાખ્યા?
શું કરૂં વ્યાખ્યા?
હે ઈશ્વર તારી પણ શું છે કળા !!
રોજનાં હોય છે લેખાંજોખાં જુદાં.
ગરીબની ઝોળીમાં તો એક નજર માર,
કેવી છે એની લાચારી,
છતાં અકબંધ છે એની આભા.
પૈસો તો પૈસાને ખેંચશે જ સદા,
પણ આ રંકના ખિસ્સાને,
કોણ ભરશે મારા વ્હાલા??
છતાં રૂપિયે રડતી પ્રજા,
એ કરાવે વેર ઝાઝાં.
વિણ પૈસે હસતી એ માવડી,
પરિવારમાં સ્મિત છલકાવતી એ નાનકી.
નાનું એ નિર્દોષ બાળક,
એના સુખની શું કરૂં વ્યાખ્યા??
દર્દના એને નથી કોઈ શીખવતું ક્યાસ,
પણ એના ચહેરાની ખુશી,
ધનવાનને પણ શીખવે ચક્રવૃદ્ધિ વ્યાજ.
પૈસાનું વળતર સદા ન આવે કામ,
જ્યાં હોય કામ સોયનું,
ત્યાં જ તલવારનું શું કામ ?
