પ્રેમનું વાવેતર
પ્રેમનું વાવેતર


એક જોડાણ સ્નેહનું મુજમાં,
ઉષ્માસભર પ્રેમનું જ વાવેતર,
નવતરને લાખેણા છે સ્પંદનો,
બસ વસી જાય તું મારાં દિલમાં !
એકજ નામ રટાતુ મુજ મનમાં ,
બસ રોપાઈ જાય નાનું અંકુર,
ખુશનસીબ માનું છું આજ તો,
બસ વસી જાય તું મારાં દિલમાં !
ટકરાશે અહમને ઘણાં પડકારો,
લાગણીને નડશે વિરહનો માર,
મારા હાથને મળે કોઈ સાથ તો,
બસ વસી જાય તું મારાં દિલમાં !
જોઈએ છે હવે બસ હાશકારો,
તારાં સાથે રહેવાનો મિજાજ,
સ્પર્શની સુગંધ પ્રસરે રોમેરોમમાં,
બસ વસી જાય તું મારાં દિલમાં !