અધુરપ જિંદગીની
અધુરપ જિંદગીની


સંજોગોની છે આ બધી બલિહારી,
સહુ કહે છે કર પહેલ હાથ જાલીશું,
બહારનાં લોકો કહીને થાય છે મીઠાં,
પરિવારજનો લડીને પણ હોય ભલા,
પ્રેમને પોતીકાંની એ સાચી ઓળખ !!
જિંદગીમાં સૌ કોઈની આજે ખબરી,
સાથ આપીશું એવું શબ્દોનું એ મહોરૂ,
આજે થઈ પરખ એક લાગણીઓનાં,
વ્હાલાં એ પ્રિતમને એનાં એ પ્રણયની,
પ્રેમને પોતીકાંની એ સાચી ઓળખ !!
જિંદગી ઝાઝેરી બંધમુઠીએ મહેકતી,
અંદર તો ઘગઘગતી લાવાનું એ પહેલું,
સમયે સમયે બદલાતી સૌની જ વાચા,
અધુરપ જિંદગી છલકાઈ અધૂરીવાણી,
પ્રેમને પોતીકાંની એ સાચી ઓળખ !!