STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

'વાયુ' વાવાઝોડું

'વાયુ' વાવાઝોડું

1 min
389

શું ખોવાયું 'વાયુ' તારું કે તું એને શોધે છે?

કોઈને કનડવામાં આખરે શું તને લાધે છે?


ભય તારો આમજનતાને હરપળ સતાવતો,

બાગબગીચા ઉજજડ કરી શું તું સાધે છે?


સમંદરનેય ઉછાળનારું મોજાં ઊંચાં છલાંગે,

કેવાં કરતૂત તારાં કે નવાં નખરાં તને જાગે છે?


પૂછ રંકજનોને શી દશા કરી ગૃહત્યજાવીને,

કે પછી સમયાંતરે તું દંડ દરેક પાસે માગે છે!


પૂછ કૃષિકારોને કે નુકશાને નફરત વરસાવતા,

બહુ થયું બળવંત ભગાડીએ કે તું ભાગે છે?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy