ઘોર કળયુગ છે વ્હાલા !
ઘોર કળયુગ છે વ્હાલા !


ઘોર કળયુગ છે વ્હાલા !
ઘોર કળયુગ છે વ્હાલા,
અહીં રૂપિયા ખાનારા, પ્રામાણિકતાની વાતો કરે છે !
ઘોર કળયુગ છે વ્હાલા,
અહીં ઈજા કરનારા, અહિંસાની વાતો કરે છે !
ઘોર કળયુગ છે વ્હાલા,
અહીં પસ્તી વેચી ખાનારા, ત્યાગની વાતો કરે છે,
ઘોર કળયુગ છે વ્હાલા,
અહીં વૃક્ષો કાપી ખાનારા, પર્યાવરણની વાતો કરે છે,
ઘોર કળયુગ છે વ્હાલા,
અહીં સ્ત્રીઓ પર ત્રાંસી નજર કરનારા, ચારિત્ર્યની વાતો કરે છે,
ઘોર કળયુગ છે વ્હાલા,
અહીં સાવ બેસી રહેનારા, નિષ્ઠાની વાતો કરે છે,
ઘોર કળયુગ છે વ્હાલા,
અહીં ખોટું કર્યા પછી, લોકો દયાની વાતો કરે છે.