STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

દુઃખ

દુઃખ

1 min
155

દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણાં જ આપણને તરછોડે.

દુઃખ ત્યારે થાય છે જ્યારે આપણને કોઈ ભૂલી જઈ વખોડે.


સુખસાહ્યબી તો જે મળવાની હશે એ આવીને રહેવાની છે,

દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ કરી અપમાન ને એ વગોવે.


જેના માટે ઘસી નાખી હોય જાત આપણે ત્યાગ કરીને વળી,

દુઃખ ત્યારે થાય છે જ્યારે એ જ અપજશના બાણ મારે.


ઉપકાર કરી કરીને માનવતા જેના માટે આપણે દેખાડી હોય,

દુઃખ ત્યારે થાય છે જ્યારે એ જ સામે આવીને ઊભા રહે.


હોય ગરીબી ભરડો લેતી માંડમાંડ બે ટંક પેટપૂરતું પામીએ,

દુઃખ ત્યારે થાય છે જ્યારે કોઈ વસમાં વેણ સમે ઉચ્ચારે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy