અંતિમ વિદાય
અંતિમ વિદાય
આંખના કિનારે આજે એક ટપકું અટકાવી રાખ્યું હતું,
જુદાઈની વાત આવી ત્યારથી એ વ્યથિત લાગ્યું હતું.
જીવનભર સાથ નિભાવી જેને આંખમાં ભરી રાખ્યો હતો,
એકજ ઝાટકે દૂર થવાથી ટપકાંને પણ દુ:ખ લાગ્યું હતું.
અસ્તિત્વ મારું એના થકી જ હતું એ હું માનતી હતી,
એટલેજ આજે આવેલી સ્થિતિમાં વસમું મને લાગ્યું હતું.
એના એક એક શબ્દો મારા હૃદયને હજુ પણ જીવાડી રહ્યા હતા,
"હું છું તારા ધબકારમાં", એવું કહ્યા પછી પણ એકલું મને લાગ્યું હતું.
કોઈક દિવસ તો સાથ છૂટવાનો છે, એ હું જાણતી હતી,
તોય એની પ્રીતના મોહથી એના અસ્તિત્વમાં ઓગળવું સહેલું લાગ્યું હતું.
આંખના કિનારે આજે એક ટપકું અટકાવી રાખ્યું હતું,
જુદાઈમાં પણ એનામાં જ સહારો શોધવામાં મન લાગ્યું હતું.
