Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Tragedy

4.4  

Zalak bhatt

Tragedy

રાજકુમાર

રાજકુમાર

1 min
346


હું છું રાજા ઘર તણો, તું છે રાણી આંય

રાજકુંવર જો આપણો, ઘોડે ચઢતો જાય


ભણી-ગણીને પાંગર્યો, આબરૂ થઈ સવાઈ

સગા-સંબંધી કે મને, સારાં કરમ છે ભાઈ


ચાલ,બજાવીએ ઢોલ હવે, વગડાવીએ શહેનાઈ

તારી-મારી બાદમાં, નામ એનું લે’વાય


આવી ઘર એ સાંભળશે, તું દેજે સલાહ કાંઇ

થઈને સાસુ આજ તું ? કેવી છે હરખાય !


ના,જવા દે’ એમને, ભાવિ રૂડું થાય

બેટા, વિદેશ જઇને ફરી, ફોન તું કરજે કાંઇ


એ પહોંચ્યાં કે ભુલી ગયાં ? ના ફોનના લાગે આંય

પણ, ફોનના લાગે તો, કાગળ ભી કંઈ લખાય


ગયાં મહિને આવ્યાં’તાં, આ મહિનાથી નહીં થાય

મમ્મી-પપ્પા તમે સમજો છો ? આ નવી જગા છે ભાઈ


આજ સુધી આ રાજ હતું, ને હવે દિવાલો દેખાય

પહેલાં વરસાદે વરસી પડે, ને પુર આવે ઘર માંહ


રાજકુંવર વિસરી ગયો, રાજ-કાજ કાં ભાઈ ?

વકીલ આવ્યાં નોટિસ લઇ ! આ કોની જગા છે ભાઈ ?


અમે ચાલ્યાં પાસના મંદિરે, ને એ બ્રાહ્મણ કેવો હરખાય ?

હું કહું છું હરિ કે કૃપા કરો, કોઈ સ્નેહીજન મળી જાય


બેટા, આજથી મારો પુત્ર છે લે, જગા આ તારી થાય

પણ, જેવો છે તેવો રહેજે, નહિ તો રદ કરીશ હું શ્યાહી


એણે પગ આ પૂજ્યા કહે, કાંઈના જોઈતું રાય

આપ મળ્યાં એ ધન ઘડી, બસ,આશિષ આપો કાંઈ


હું રાજા મંદિર તણો ને, તું છે રાણી આંય

રાજ કુમાર જો આપણો, ઝોળી ભરતો જાય !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy