Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Tragedy Inspirational

4  

PRAVIN PATEL

Tragedy Inspirational

ન કરવો કોઈનો વિશ્વાસ

ન કરવો કોઈનો વિશ્વાસ

1 min
338


કોનો કરવો દિલથી વિશ્વાસ આ જગમાં ?

શીખ્યો ન કરવો કોઈનો વિશ્વાસ જગમાં !


માનતો જેને પોતાનો ચંદ્ર ને પોતાનું અંબર

એજ ચંદ્ર દે અન્યને શીતળતા ને મૃદુ કર !


કોનો કરવો દિલથી વિશ્વાસ આ જગમાં ?.....


શતરંજના પ્યાદા ગોઠવે ખુદના સ્વાર્થ કાજે,

ખુદ જાત બચાવવા અન્યને બલિ બકરો કરે !


કોનો કરવો દિલથી વિશ્વાસ આ જગમાં ?.......


જ્યાં ખોલ્યું અંતર હૈયું હમ સરીખું હૈયું ગણી

એજ હૈયાએ હૈયાની વાત હૈયે જરાય ન રાખી !


કોનો કરવો દિલથી વિશ્વાસ આ જગમાં ?..........


હે કાન્તાસુત તું ન માન તું વિચારે એ જગ વિચારે,

જગ મહી સૌ સ્વસુખના કરે વિચાર ને કરે પ્રચારે !


કોનો કરવો દિલથી વિશ્વાસ આ જગમાં...........


હે કાન્તાસુત રહીશ જ્યાં સુધી જગે આખાબોલો,

તઈ લગી ખાઈશ બેટા ! રોજરોજ દરદરની ઠોકરો !


કોનો કરવો દિલથી વિશ્વાસ આ જગમાં ?

શીખ્યો ન કરવો કોઈનો વિશ્વાસ જગમાં !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy