હું તો જવાની નિહાળે !
હું તો જવાની નિહાળે !
બેની, નથી ઊંઘવું ઘેર વધારે માં'રે, હું તો જવાની નિહાળે !
આથ પગ મુંઢું ધોઇ દે, આઠ વાગ્યા સે નિહાળના ટાવરે,
ઠાલું પેટ પોકારે પાતાળેથી, એની હોમું તારે જોવું ઘટે
વેરી રોગ એવો સો આયો, ગોંધી રાખી આમ ઘેર મને,
આવક સે નહીં, જાવક રોકાય નહીં.ને ખાલી ગજવા ઠ્ન-ઠ્ને
રોટલો કાઢી'ને દવા ભરી, ને માંગી દુઆ ગઈ ખાલી-એળે,
ચેવો વેરી હતો રોગ, ના બાપને મેલયો ના માડીને
ઉપરવાની અમી જંખે, ભૂખ્યા પૂરાઈ, સૂઈ' સાથે નબળી વેરે,
ચાંદ સૂરજ ક્યાં ર'યોતો પૂરાઈ ? તો રાખે ઘેર ગોંધી મને,
બાળપણ ટૂંકું મલ્યું સે આપણું, ધૂર ના કર જકડી ઘેરે એને,
હાલ નિહાળે બેની મારી, હિંચોળે રમી મોજ કરશું બીજા હાળે
બપોરિયું ખાવા તાં' પડ્યાં રઈશું, માસતરની ધોલ ખાઇ'ને સંગાથે,
વરહાદની ગરજતી કાળી વાદળી પણ રાખે રૂપેરી ધાર કોરાણે
મનડુ પોકારે હૈયે રાખશુ જો 'હામ, કપરી વેરા સૌ વૈ જાહે એમની એમ,
બેની નથી ઊંગવું ઘેર વધારે માં'રે, હું તો જવાની નિહાળે !
આથ પગ મુંઢું ધોઇ દે, આઠ વાગ્યા સે નિહાળના ટાવરે,
શબ્દ સૂચિ:- બપોરિયું – સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાતું મધ્યાન ભોજન.
વિષય વિચાર વિસ્તાર:-હાલના સમયે બેહાલ થયેલા મજૂર વર્ગની બાળકી દ્વારા ઉપરોક્ત રચનામાં તેના બોલાયેલા શબ્દો કોઈની પણ નબળી વેળામાં ધીરજ ખોયા વગર, હિમ્મત રાખી, હાર નહીં માનવાનું ખમીર દર્શાવે છે. કુદરતે આપેલા મહામૂલા તેના જીવતરને ધૂળ નહીં થવા દેવાના તેના શાંતિ આપતા તળપદી શબ્દો કોઈના પણ ડહોળાયેલા મનને ગમે એવા છે.
