કોરોનાકાળમાં રે
કોરોનાકાળમાં રે
માનવ માનવથી દૂર જાય કોરોનાકાળમાં રે,
ક્યારેક માનવતા શરમાય કોરોનાકાળમાં રે.
માસ્ક પહેરીને મોઢું ઢાંકતો ના ઓળખાય રે,
ચૌદ દહાડા ઘરવાસ થાય કોરોનાકાળમાં રે.
માણસ જેવો માણસ વાયરસથી અકળાય રે,
ભર ઉનાળે બાફ લેવાય કોરોનાકાળમાં રે.
રોજરોજ માનવ મરતાં લાશો ઢગલા થાય રે,
સ્મશાને લાંબી કતાર દેખાય કોરોનાકાળમાં રે.
ભય ઓથારે માણસ જીવે માનવતા ચૂકાય રે,
ક્યાંક તકનો લાભ લેવાય કોરોનાકાળમાં રે.
હસ્તધૂનનને ભાવે ભેંટવું સાવ ભૂલાય જાય રે,
દૂરથી અભિવાદન કરાય કોરોનાકાળમાં રે.
શું થવા બેઠું આજ પ્રભુ માનવમતિ મૂંઝાય રે,
ક્યાંક માનવતા મહેકાય કોરોનાકાળમાં રે.
