STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance Tragedy

સંબંધની ક્યારી

સંબંધની ક્યારી

1 min
332

જે તારી પણ હતી, એ મારી પણ હતી,

સંબંધ આપણો સહિયારી ક્યારી હતી !


સુની થઈ છે લાગણી, અફસોસ રહ્યો,

સ્વીકારું ના શકું કે એ દેન તમારી હતી !


એ દરેક ભૂલો મેં હવે સ્વીકારી લીધી છે,

સમયની કદાચ આ જ બલિહારી હતી !


તમને માફ કરી શક્યો એનું આ કારણ,

મેં પ્રેમમાં રાખેલી હજુય ખુમારી હતી !


જગતનો સદાય એવો નિયમ રહ્યો છે,

જે ગમે તે મળે નહીં, એ લાચારી હતી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance