શમણામાં આવો છો !
શમણામાં આવો છો !

1 min

177
રોજ છાનામાના મુજ શમણામાં તમે આવો છો,
શમણું પુરુ થવા પહેલા જ વયા કેમ જાઓ છો ?
જાણે મારા કાનમાં હળવેથી પૂછી જાઓ છો,
"એઈ ! તમે મારા શમણામાં ક્યારે આવો છો ?"
અચાનક આંખો ખુલે તો ગાયબ થઈ જાઓ છો,
પાછી આંખો બંધ કરુ ત્યારે પાછા દેખાઓ છો,
જાણે ખયાલોમાં સંતાકૂકડી રમતા જણાઓ છો,
કંઈ સુઝતું નથી જ્યારે તમે ખયાલોમાં આવો છો.
ક્યારેક શરમાઓ છો, તો ક્યારેક હરખાવો છો,
વળી ક્યારેક પૂનમનાં ચાદ સાથે સરખાઓ છો,
કાલ્પનિક ખયાલોમાં ખોવાઈને તમને પુછે છે,
"હું તમને યાદ કરું છું કે તમે મને યાદ આવો છો ?"