દિલનો પરિપત્ર
દિલનો પરિપત્ર


બહુ અઘરા શબ્દો મને નહિ ફાવે,
બસ એટલું જ કહું તારા વગર મને નહિ ચાલે...
હું તો એ પ્રેમ ભરી યાદોની પળ છું ,
એટલે જ લાગણીઓ સાથે રમતા મને નહિ ફાવે...
વાદળો તો ઘેરાયા છે મને ભીંજવવા,
વરસાદમાં એકલા ભીંજાવવું મને નહિ ફાવે...
તારા માટે મારી લાગણીઓ તો અગણિત છે,
પણ એને કંડારવા છંદમાં બંધાવવું મને નહિ ફાવે...
તારા થકી જ મારા જીવનનો આધાર છે,
આ સફરમાં એકલા ચાલવું મને નહિ ફાવે....