STORYMIRROR

yogi Thakkar "પલ"

Inspirational

4  

yogi Thakkar "પલ"

Inspirational

સફરની શરૂઆત

સફરની શરૂઆત

1 min
575

અણધારેલી સફરની શરૂઆત થશે,

મારી કાબેલિયતની જ વાત થશે,


નથી ખબર કે પરિણામ શું આવશે,

પણ હા ! કેટલીક ભૂલોની માત થશે,


મહેનતનો ચાંદ આસમાને ખીલશે,

ક્યારેક તો એવી સુહાની રાત થશે...


રાહની અટકળો તો દૂર થશે જ,

ફરી એક નવી સફરની શરૂઆત થશે,


વિચારો અને હકીકત વચ્ચે દંભ થશે,

પુર્ણ છતા અધુરી કેટલીય રજૂઆત થશે,


માન્યુ કે પરીક્ષા મારી ઘણી લેવાશે,

ક્યારેક તો સપનાઓ સાથે મુલાકાત થશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational