STORYMIRROR

yogi Thakkar "પલ"

Romance Tragedy

4  

yogi Thakkar "પલ"

Romance Tragedy

એવું કેમ ?

એવું કેમ ?

1 min
493


એક પછી એક મુશ્કેલી આવ્યે રાખે એવું કેમ ?

થોડી ખુશી અને પછી દુઃખ આવે એવું કેમ ?


નસીબમાં પહેલાથી જ બધું લખેલું છે,

તો નાહકની ચિંતા સતાવે એવું કેમ ?


જન્મોજન્મનો સાથ આપવાનો વાયદો કરે,

એ જ એકલતાનો અહેસાસ કરાવે એવું કેમ ?


થવાનું હતું જે તે થઈ ગયું ભૂતકાળમાં,

અતીતની યાદો રડાવ્યે રાખે એવું કેમ ?


નીકળવું છે બહાર હવે વીતેલા "પલ"માંથી,

"યાદો ના પલ" સતત સાથે ચાલે એવું કેમ ?



Rate this content
Log in

Similar gujarati poem from Romance