STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

4  

Ramesh Patel (Aakashdeep)

Romance

મહેક્યા વસંતના વ્હાલ

મહેક્યા વસંતના વ્હાલ

1 min
222

મહેક્યા વસંતના વ્હાલ,

આ મ્હેંક્યા વસંતના વ્હાલ,

કે સહિયર શું કરીએ !

આ, મ્હેંદી મૂકી હાથ

કે સહિયર શું કરીએ !


ઝરણાં નીકળ્યાં તોડી પહાડ,

ને વાગી વાંસલડી રે વાટ,

આ ફૂલે મઢ્યા ગાલ,

કે સહિયર શું કરીએ,


આ આભે ખીલ્યો મારો ચાંદ, 

ફાગે, ફાગણ છેડે મીઠી યાદ

આ કોટે વળગ્યાં કોઈનાં વહાલ,

કે સહિયર શું કરીએ !


આ ઉછળ્યા યૌવનના ઉભરાટ,

બોલી કોયલ જઈને ઊંચે ડાળ,

રંગે ખૂલ્યાં પ્રેમનાં દ્વાર,

કે સહિયર શું કરીએ !


દે જે સંદેશા જઈ દેશાવર સહિયર,

આવ સંગે રમીએ.

આ મ્હેંક્યા વસંતના વ્હાલ,

કે સહિયર શું કરીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance