સ્પર્શ
સ્પર્શ
તને જોઈને જ આંખોમાં પ્રેમ ઉભરાઈ ગયો,
આંખોમાંથી ઉતરીને હૃદયમાં છલકાઈ ગયો,
પડી મારા પર, તારી લાગણી ભરેલી નજર,
તને જોવાનો મારો અંદાજ બદલાઈ ગયો,
હવાના ઝોકાની જેમ થયું તારું આગમન,
મંદ મંદ વહેતા સમીરની જેમ લહેરાઈ ગયો,
અડીખમ ઊભેલા શિખર જેવો પહાડી અવાજ,
વહેતા ઝરણાંની જેમ હૈયામાં રેલાઈ ગયો,
મારા હાથમાં તારો હાથ, તારો એ પહેલો સ્પર્શ,
મારા રોમ રોમમાં સુગંધ બનીને ફેલાઈ ગયો.

