અકસ્માત
અકસ્માત
આ તે કેવો અકસ્માત તને નડ્યો,
કે તારાથી દૂર થઈ હું એકલો પડ્યો,
"સરવાણી" ઈશની સામે જઈને,
આજે હું તેની જોડે ખૂબ જ લડ્યો,
જયાં કદમ જ ના મૂકવો હતો મારે,
હું તે જ શરાબના અડ્ડે જઈ પડ્યો,
હું એવી તે કાંટાળી કેદીમાં ફસાયો કે,
બહાર આવવાનો રસ્તો જ ના જડ્યો,
"સરવાણી" કેમ આમ છોડી ગઈ મને,
કે મારો પગ આપઘાત તરફ ઉપડ્યો.

