પ્રેમ
પ્રેમ
પ્રેમ થાય ત્યારે બધું ગમવા લાગે જાણે
કારેલાના શાકમાં પણ પિત્ઝાનો સ્વાદ આવે
હાલતાં ને ચાલતાં મન ખોવાયેલું લાગે
જાગતા હોવા છતાંય દિલ સપનાં જોવા લાગે
બદલાવ આવે પોતાનામાં ને દુનિયા બદલાયેલી લાગે
રોજના કામો કરતી વખતે પણ ભૂલો થવા લાગે
ખુશીઓની પળ જાણે શરીરમાં પાંખો લગાડે
પગ જાણે જમીનથી અધ્ધર ચાલવા લાગે
મલકાયા કરે ચહેરો જાણે પ્રીતમ વહાલા લાગે
એની ગેરહાજરી જાણે મનને ખાવા ભાગે !

