જિંદગી
જિંદગી
જિંદગી તારી મારે શું શિકાયત કરવી,
રહે છે પડદામાં કેમ મુલાકાત કરવી,
જિદ્દી છું તારું મનનું જ ધાર્યું કરે છે,
તો પછી શાને ખોટી અદાલત કરવી,
બસ ફેસલો દઈ દેવાની રીત છે તારી,
મારાં પક્ષની શું પછી રજૂઆત કરવી,
તે જ અનુભવ વડે શીખવ્યું છે બધું,
શબ્દોની શું ખોટી હિમાયત કરવી,
ન સમજવાની કસમ ખાધી છે જયારે,
સાચા ખોટાની શું વકાલત કરવી,
અંતે તો મોત આગળ લાચાર છે બધા,
તો જિદની શું આટલી હિફાઝત કરવી,
ખામોશી અને એકલતાનૉ પર્યાય બની તું,
બંધનમાં રાખી તને શું સલામત કરવી,
એક હદ પછી વેદનાની આદત પડી જાય,
વકરેલા ઘાવોની શું મરામત કરવી.

