મનડાનો ફાગણ ફાલ્યો
મનડાનો ફાગણ ફાલ્યો
આંખમાં ઉમંગ છે ચાલમાં દમામ છે,
ઉઘડતા યૌવનનો ગુલાબી ખ્વાબ છે.
રંજ નથી વરતાતો બચપણ ખોવાયાનો
ઉરથી તો આનંદ છે મુગ્ધતાને પામ્યાનો.
ધરતી પણ મ્હોરી છે ફાગણની ફોરમથી,
મનડું પણ મ્હાલે છે વાસંતી વરદાનથી.
'મૃદુ'ના દીલના રણકારમાં વાસંતી વાયરા,
ફાગણમાં યૌવન ખેલશે હોળીના વાયદા.

