STORYMIRROR

Mahendra R. Amin

Others

4  

Mahendra R. Amin

Others

સંસારનો ઉજાસ

સંસારનો ઉજાસ

1 min
355

સુપેરે પડ્યો પાર એ જીવન સાગરનો છે સાર,

ભલભલાને વિઘ્નો આવે ને મારે છે બેઠો માર,


પહેલી વર્ષાની માટીની સોડમ મનભરી માણી,

તુજથી થોડા દૂર થવાની વિરહ વેદના ભાળી,


નથી દિલ એવું મોટું કે તને વિદાય આપી શકું,

આપણા હિતની વાતે તને હું નહીં રોકી શકું,


ક્યાં જરૂર છે રેસિપીની, સ્ત્રી ખુદ છે રેસિપી,

રસોઈની છે એ રાણી ને ઘરની છે મહારાણી,


ઘર-સંસાર સ્ત્રીને હોય, પુરુષને હોય નિભાવ,

મનવા દુઃખ ના લગાડો, સ્ત્રીથી શોભે સંસાર,


'મૃદુ' શબ્દ વાણી વદે, સ્ત્રી સંસારનો ઉજાસ,

વર સાથે ઘર શોધે, ઘર જ છે એનો ઉલ્લાસ.


Rate this content
Log in