STORYMIRROR

Mahendra R. Amin

Romance

4  

Mahendra R. Amin

Romance

તારે નામ ...!!

તારે નામ ...!!

1 min
13

તારે નામ ...!!

કિનારે ઊભા રહ્યા ને ત્યાં તો સાંજ પડી ગઈ,
મારું દિલ અને દુનિયા જે તારે નામ થઈ ગઈ.

 નયને ઝંખ્યું જ્યાં ચાંદ ચમક્યો તારી વાતમાં, ઘડીભર મળી નજર ને ધડકન જામ થઈ ગઈ.

તારા હસીન અધરોથી સરી જે શબ્દની સુગંધ,
એ પળે જ આ જિંદગી જે પરવાજ થઈ ગઈ.

આભના તારલામાં પણ નથી હવે તેજ એટલું,
તારા રૂપના તેજથી ચાંદની પણ શરમાઈ ગઈ.

હરેક શમણાંના રસ્તા જોડાયા છે તારી સંગતે,
મારી હરેક મંજિલ જે તારાં પગલાંની થઈ ગઈ.

'મૃદુ' ની શબ્દ સરિતામાં કેમ વહેશે આ જિંદગી,
હર પળે વહેતી એ ખુશી જે તારે નામ થઈ ગઈ. *************************
Mahendra Amin 'mrudu'
 Florida (USA)
 *************************
08/18/2025, Monday at 12:30


Rate this content
Log in

Similar gujarati poem from Romance