STORYMIRROR

Mahendra R. Amin

Others

4  

Mahendra R. Amin

Others

ગામની ગલીઓમાં

ગામની ગલીઓમાં

1 min
292

મળે છે જ્યારે ગલીમાં ગામનું લોક આવીને,

સંભળાવે ખુદના દિલની વાતો વળી લળીને,


મનને ગમતો રીમઝીમ વર્ષા તણો એ ફુવારો,

મનને લોભાવે ઉપવનની ડાળીનો એ ઝૂકાવો,


વીત્યું બચપણ જે ગામમાં મન ત્યાં જ વસતું, 

બધા લોકોની વચ્ચે જ્યાં પોતાપણું ઝલકતું,


હતાં ગામનાં ઘર કાચાં છતાં લોક દિલ સાચા

બધા સદા રહે હળીમળી ને પ્રેમની વદે વાચા,


એ હરિયાળી માટીની મહેકને દિલ સદા ઝંખે

એ કાળને યાદ કરી મન ઊડે કલ્પનાની પાંખે,


ઉનાળાના એ ભરબપોરે વનવગડાને ખુંદતા 

સંધ્યાકાળે તળાવની પાળે સંતાકૂકડી રમતા,


વહેતી હતી કાગળની નાવ વર્ષાના વહેણમાં

શિયાળે સદાય ગરમ રહેતા હતા તાપણામાં,

 

રાતે વડીલ થકી રોજ પરીકથાને સાંભળતા,

રમતા રહેલા ધૂળમાં ને વર્ષા જળે ભીંજાતા,


'મૃદુ' વસ્યો છે દિલથી ગામડાની ગલીઓમાં, 

વ્યક્તિ ખુશ રહે એ મિથ્યા ભ્રમ છે શહેરમાં.


Rate this content
Log in